અમદાવાદમાં ગાંધી રોડનું કંકોત્રી બજાર સુમસામ બન્યું, 150થી વધુ દુકાનોમાં ઘરાકીનો અભાવ

0
62

કોરોના વાયરસની ગાઈડલાઈનને કારણે આ વર્ષે લગ્ન વાંચ્છુકોને આર્શીવાદ આપવા માટે માત્ર 100 લોકો જ હાજર રહી શકે છે. સરકારની કોરોના ગાઈડલાઈનના કારણે લગ્ન સાથે સંકળાયેલા લોકોનો ધંધો ઠપ થઈ ગયો છે. લગ્ન કંકોત્રીના વિક્રેતા કહે છે કે ડિજિટલ યુગમાં આખરે હવે કેવી રીતે કંકોત્રીનું ચલણ ફરી માર્કેટમાં આવશે.

કંકોત્રીને બદલે લોકોએ ડિજિટલ આમંત્રણ શરુ કર્યુ છે. જેના કારણે હવે કંકોત્રીમાં વાંચવા મળતા ટહૂકા વિસરાશે કે શું તે સવાલ થઈ રહ્યો છે. એક સમય હતો કે અહીં ગાંધી રોડના કંકોત્રી બજારમાં લોકોની ભીડ જોવા મળતી હતી. બેસવાની પણ જગ્યા મળતી ન હતી. હાલ આ સ્થળ પર માત્ર સુનકાર છે. જેની પાછળનું કારણ લગ્ન સમારંભમાં મુકવામાં આવેલા કાપ છે. 

છેલ્લાં 100 વર્ષમાં કંકોત્રીના બિઝનેસમાં જેવી અસર નથી જોવા મળી એવી અસર હાલ જોવા મળી છે. જેની પાછળનું કારણ સરકારની ગાઈડલાઈન છે. 200 લોકોને છૂટ આપ્યા બાદ ફરી એક વાર 100 માણસોની છૂટ આપવામાં આવી જેને લઈને લોકો કંકોત્રી છપાવવા નથી. 

ગયા વર્ષે આ જ સિઝનમાં લોકો 2 થી 5 હજાર કંકોત્રી છપાવવા આવતા હતા.એક સમય હતો કે અહીં ગાંધી રોડના કંકોત્રી બજારમાં લોકોની ભીડ જોવા મળતી હતી. બેસવાની પણ જગ્યા મળતી ન હતી. 

હાલ આ સ્થળ પર માત્ર સુનકાર છે. જેની પાછળનું કારણ લગ્ન સમારંભમાં મુકવામાં આવેલા કાપ છે. આ અંગે ગાંધી રોડ કંકોત્રી કરી આપનાર હેમાંગીની પટેલે કહ્યું હતું કે છેલ્લાં 100 વર્ષમાં કંકોત્રીના બિઝનેસમાં જેવી અસર નથી જોવા મળી એવી અસર હાલ જોવા મળી છે. જેની પાછળનું કારણ સરકારની ગાઈડલાઈન છે. 

200 લોકોને છૂટ આપ્યા બાદ ફરી એક વાર 100 માણસોની છૂટ આપવામાં આવી જેને લઈને લોકો કંકોત્રી છપાવવા નથી. ગયા વર્ષે આ જ સિઝનમાં લોકો 2 થી 5 હજાર કંકોત્રી છપાવવા આવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here