અમદાવાદના ફાઇનાન્સર આપઘાત કેસમાં મૃતક અને ભાગીદારની કોલ્સ અને બેન્ક ડીટેલની તપાસ

0
114

અમદાવાદના ફાઇનાન્સરના આપઘાત કેસમાં વડોદરા પોલીસે આરોપી પાર્ટનર નરેન્દ્રસિંહ વાઘેલાની ઓફિસમાં સર્ચ કરી કેટલાક દસ્તાવેજો કબજે કર્યા છે.

વડોદરાની હોટલમાં આપઘાત કરનાર અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલને ધાકધમકીઓ આપી ત્રાસ ગુજારનાર પાર્ટનર અને અન્ય ૯ આરોપીઓને શોધી રહેલી પોલીસને ભરત ભૂતીયા નામના એક આરોપીનું લોકેશન પોરબંદર હોવાનું જાણવા મળતાં પોલીસની એક ટીમ પોરબંદર રવાના થઇ છે.

આ પ્રકરણની તપાસ કરનાર પીઆઇ જી.પી.ગોસાઇએ કહ્યું છે કે,મરનાર અલ્પેશ પટેલના મોબાઇલની કોલ્સ ડીટેલ માંગવામાં આવી છે.જેના પરથી કોણે કેટલી વાર વાત કરી છે તે જાણી શકાશે.આ ઉપરાંત બંને પાર્ટનર વચ્ચેના બેન્ક વ્યવહારોની તપાસ માટે બેન્કો પાસે વિગતો માંગવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here