અભેદ્ય કિલ્લો છે PMનું ‘એર ઇન્ડિયા વન’ વિમાન, મિસાઇલ હુમલાને પણ નિષ્ફળ કરવાની તાકાત

0
52

‘એર ઇન્ડિયા વન’નો ઇંતઝાર હવે ખત્મ થઈ ગયો છે. એર ઇન્ડિયા વન વિમાન દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે ખરીદવામાં આવેલા બે વીવીઆઈપી એર ઇન્ડિયા વન વિમાનોમાંથી પહેલું વિમાન ગુરૂવારના સાજે ભારત પહોંચ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે ખરીદવામાં આવેલા 2 બોઇંગ-777-300 ઈઆર વિમાન તૈયાર છે. ભારતને મળનારા આ બંને નવા વિમાનોનો ઉપયોગ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રતિ માટે કરવામાં આવશે, જેને વાયુસેનાના પાયલટ ઉડાડશે.

એડવાન્સ કૉમ્યુનિકેશન સિસ્ટમ

દુનિયાની સૌથી મોટી લોકશાહીના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે ખરીદવામાં આવેલા બોઇંગ 777-300 ઈઆર વિમાન એડવાન્સ કૉમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ છે, જે હેક કર્યા વગર મિડ એરમાં ઑડિયો અને વિડીયો કૉમ્યુનિકેશનની સુવિધા આપે છે. ઉલ્લેખનીય છે કે બોઇંગ 77-300 એક્સટેન્ડેડ રેન્જ (ઈઆર) એરક્રાફ્ટમાંથી પહેલું ઉચ્ચ સુરક્ષા ટેકનોલોજી સાથે રેટ્રોફિટેડ છે જેથી આવનારી મિસાઇલો અને એન્ક્રિપ્ટેડ સંચાર સુવિધાઓ જામ અને પરાજિત કરી શકાય છે.

ડાયરેક્શનલ ઇંફ્રારેડ કાઉન્ટરમેજર સિસ્ટમ

આ વિમાનમાં મિસાઇલ એપ્રોચ વૉર્નિંગ સિસ્ટમ છે, જે સેન્સરની મદદથી પાયલટને મિસાઇલો પર હુમલો કરવામાં મદદ મળે છે. તો ઇલેક્ટ્રોનિક વૉરફેર જૈમર દુશ્મનના જીપીએસ અને ડ્રોન સિગ્નલને બ્લોક કરવાનું કામ કરે છે. ડાયરેક્શનલ ઇંફ્રારેડ કાઉન્ટરમેજર સિસ્ટમ મિસાઇલ રોકવા માટેની સિસ્ટમ છે, જે વિમાનને ઇન્ફ્રારેડ મિસાઇલથી બચાવે છે. ચાફ એન્ડ ફ્લેયર્સ સિસ્ટમ રડાર ટ્રેકિંગ મિસાઇલથી ખતરો હોવા પર વાદળોમાં ચાફ છોડે છે જેની આગળ છુપાઈને વિમાન નીકળી જાય છે.

હવામાં ઈંધણ ભરવાની સુવિધા 

મિરર બૉલ સિસ્ટમ પણ આ વિમાનામાં આપવામાં આવી છે જે વિમાનને ઇન્ફ્રારેડ મિસાઇલથી બચાવે છે. આ વિમાન ચાફ એન્ડ ફ્લેયર્સ સિસ્ટમથી સજ્જ છે, આનાથી પ્રકાશવાળા ફ્લેયર્સ મિસાઇલને ભ્રમિત કરવા માટે છોડવામાં આવે છે. આનું તાપમાન જેટ એન્જિનના નોઝલ અથવા એક્ઝોસ્ટથી વધારે 2,000 ડિગ્રી ફૉરેનહાઇટ હોય છે. આમાં સૌથી આધુનિક અને સિક્યોર સેટેલાઇટ કૉમ્યુનિકેશન સિસ્ટમ પણ લાગી છે. આ વિમાનમાં હવામાં ઈંધણ ભરવાની સુવિધા છે. એકવાર ઈંધણ ભરવાથી આ 17 કલાક સતત ઉડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here