અભિનેત્રી પલક સિધવાણીને આ રીતે મળ્યો સોનુનો રોલ, જાણો તારક મહેતા શોની અજાણી વાતો

0
109

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)માં ‘ટપ્પુ સેના’ના બાળ કલાકારો બધાને ખૂબ પસંદ આવે છે. ટપ્પુ સેનાની એક સભ્ય ‘સોનુ ભીડે’ પણ પોતાના અભિનયથી લોકોના દિલમાં વસી ગઈ છે અને ઘરે ઘરે ફેમસ થઈ ગઈ છે. સોનુ ભીડેની ભૂમિકા અભિનેત્રી પલક સિધવાની(Palak Sidhwani) ભજવી રહી છે. કે જેમણે જાહેરાતો કરકીને આ ફીલ્ડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તારક મહેતા શો પહેલા પલકે વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં પલકે(Palak Sidhwani) જણાવ્યું હતું કે તારક મહેતામાં તેમને સોનુ ભીડેનો રોલ કેવી રીતે મળ્યો હતો.

પલકે કહ્યું કે તેમનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ દ્વારા કરવામાં આવ્યો હતો. પલકે કહ્યું, ‘મે જ્યારે હોસ્ટેજ નામની એક વેબ સિરીઝમાં કામ કર્યું, તે જ વેબ સિરીઝમાં તારક મહેતાના કાસ્ટિંગ ડાયરેક્ટરે મને પહેલી વાર જોઇ હતી. અને તે પછી તેને મારું નામ ઇન્સ્ટાગ્રામ પર મળી ગયું અને મને મેસેજ કર્યો હતો. તેણે મને પૂછ્યું, પલક તમને ટીવીમાં કામ કરવામાં રસ છે? ત્યારે મારી પરીક્ષાઓ ચાલી રહી હતી એટલે તે સમયે મેં તેમને કહ્યું હતું કે મને રસ છે પણ 2 મહિના પછી જ ઓડિશનમાં આવી શકીશ.

પલકે(Palak Sidhwani) કહ્યું કે તે પોતાની પરીક્ષાઓ છોડી શકશે નહીં અને ઓડિશન માટે નહીં આવે. તેથી તેણે કાસ્ટિંગ ડાયરેક્ટરને કહ્યું કે જો 2 મહિના પછી પણ ઓડિશન ચાલુ હોય તો મને કહેજો. પલકે વધુમાં કહ્યું કે-સદભાગ્યે 2 મહિના પછી પણ ઓડિશન ચાલુ હતું. મેં ઓડિશન આપ્યું અને 5 દિવસ પછી મને તેમના તરફથી ફોન આવ્યો કે મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. પછી સામાન્ય પ્રક્રિયા થઈ અને અઢી મહિનાનો સમય લાગ્યો હતો. પછી આખરે રોલ મળી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here