અભિનેત્રી-નર્સ શિખા મલ્હોત્રા કોવિડ-19ના સપાટામાં

0
125

– નર્સ તરીકે હોસ્પિટલમાં છ મહિનાથી કોરોનાનાદરદીઓની સારવાર કરી રહી હતી

વૈશ્વિક મહામારી કોરોનાના જંગમાં ઘણા લોકો મદદ કરવા માટે આગળ આવ્યા હતા જેમાં અભિનેત્રી શિખા મલ્હોત્રા પણ સામેલ હતી. તેણે નર્સનો કોર્સ કર્યો હોવાથી તે હોસ્પિટલમાં દરદીઓની સેવા કરી રહી હતી. છ મહિનાથી કોરોનાના દરદીઓની સારવાર કરનાર શિખા પોતે જ હવે કોરોનાની ચપેટમાં આવી ગઇ છે. 

શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ અને તસવીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, કોરોના પોઝિટિવ આવ્યાથી હોસ્પિટલમાં દાખલ થવુ પડયું છે. ઓક્સિજન ઓછું થઇ ગયું છે. મેં આ પોસ્ટ ખાસ કરીને એ લોકો માટે મુકી છે જેઓ કહે છે કે, કોરોના જેવું કાંઇ નથી. 

શિખાએ આગળ લખ્યું છે કે, તમારા બધાની શુભ કામનાઓ અને પ્રાર્થનાઓની સાથે હું છેલ્લા છ મહિનાથી સતત કોરોનાના દરદીઓની સેવામાં હતી. તમારી દુવાઓને કારણે હું છ મહિના સુધી આ જંગના મેદાનમાં સલામત રહી શકી. હજી પણ મને પૂરો ભરોસો છો કે તમારા બધાની દુવાઓથી હું જલદી સ્વસ્થ થઇ જઇશ. 

તેણે વધુ લખ્યું છે કે, હજી સુધી કોઇ વેકસીન તૈયાર થઇ નથી. તેથી તમે તમારું તેમજ પરિવારજનોનું ધ્યાન રાખશો. સોશિયલ ડિસ્ટસિંગનં પાનલ, માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. તમારા અસીમ પ્રેમ અને સમ્માન બદલ આભાર. જય હિંદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here