અનીસ બાઝમીને ભૂલ ભૂલૈયા ટુનું શૂટિંગ શરૂ કરવાની ઉતાવળ

0
107

– પરંતુ તેમને સેટ માટે મુંબઇમાં યોગ્ય જગ્યા નથી મળી રહી

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ ભૂલ ભૂલૈયા ટુનું શૂટિંગ શરૂ થઇ શકતું નથી. પહેલા કોરોના રોગચાળાને કારણે શૂટિંગ શરૂ થઇ શક્યું નહીં જ્યારે હવે તેને સેટ બનાવા માટે યોગ્ય જગ્યા નથી મળી રહી. 

રિપોર્ટના અનુસાર અનીસ બઝમીએ જણાવ્યું હતું કે, શૂટિંગ માટે ઘણા પ્લોટ પહેલા જ બુક થઇ ચુક્યા છે. એવામાં ઓકટોબરમાં મુંબઇમાં સેટ બનાવામાં તેને યોગ્ય જગ્યા નથી મળી રહીય દરેક પ્રોડયુસર્સ પોતાની ફિલ્મોને જલદી પૂરી કરવા માંગે છે તેમજ નવા પ્રોજેક્ટસ પણ શરૂ કરવાની તૈયારીઓ થઇ રહી છે. આવામાં મુંબઇમાં સેટ બનાવા માટે જગ્યા શોધવાનું સરળ નથી. 

જોકે તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું જલદી જ લોકેશન ફાઇનલ કરી લઇશ.જેથી સેટ બનાવાનું કામ શરૂ કરી શકાય. હાલ ૧૫ દિવસનું શૂટિંગ જ બાકી રહ્યું છે. 

આ ફિલ્મના મોટા ભાગના દ્રશ્યો મુંબઇમાં જ શૂટ કરવામાં આવવાના છે. મુંબઇનું શેડયુલ પતે પછી ટીમ થોડા જરૂરી આઉટડોર સીન્સ માટે લખનઉ  જશે. 

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ભૂલભૂલૈયા ફિલ્મની સીકવલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here