અનિલ વીજને કોરોના પોઝિટિવ આવ્યો, 15 દિવસ પહેલાં સ્વદેશી કોરોના રસી લીધી હતી

    0
    1

    આ રસીની ક્ષમતા પર લોકો શંકા કરતા થઇ ગયા

    હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વીજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હજુ તો પંદર દિવસ પહેલાં તેમણે કોરોનાની સ્વદેશી રસી લીધી હતી. આમ છતાં વીજને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો.

    હાલ અંબાલા કેન્ટની એક હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનિલ વીજે પોતે ટ્વીટર પર આ જાણકારી જનતા જોગ આપી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ તેમણે પોતાના સંપર્કમાં આવનારા દરેકને કોરોના ટેસ્ટ કરાવી લેવાની જાહેર અપીલ કરી હતી.

    હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અનિલ વીજે પોતે રસીની ટ્રાયલ લેવા તૈયાર છે એમ કહીને આ રસી લીધી હતી. હવે લોકો આ રસીની સચ્ચાઇ પર શંકા વ્યક્ત કરતા થયા હતા કે અનિલ વીજે રસી લીધી તો પછી તેમને કોરોના કેમ થયો.

    રસી લેવાના પ્રોટોકોલની વિગત સમજવા જેવી છે. પહેલી ટ્રાયલે વ્યક્તિને ફક્ત 0.5 મિલિગ્રામ રસી આપવામાં આવે છે. પહેલા ડૉઝ પછી 28 દિવસ બાદ બીજો ડૉઝ અપાય છે. બે ડૉઝ ન અપાય ત્યાં સુધી કોરોના સામે રક્ષણ મળતું નથી. અનિલ વીજને અત્યાર સુધીમાં ફક્ત પહેલો ડૉઝ અપાયો છે એટલે રસી કારગત નથી નીવડતી એવો વિચાર સાચો નથી એમ આ ક્ષેત્રના નિષ્ણાતો કહે છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here