અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પુછ્યો એક સવાલ જવાબ આપનારને આપ્યુ આ ઇનામ

0
50

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter) પર ખૂબ સક્રિય રહે છે. લોકો સાથે જોડાવા માટે વિવિધ પ્રકારની પોસ્ટ્સ પણ શેર કરવામાં આવે છે. અગ્રણી ઉદ્યોગપતિની મજેદાર પોસ્ટને કારણે તેની ખૂબ જ સારી ફેન ફોલોઇંગ છે. આ વખતે આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી તેને લગતો સવાલ પુછ્યો હતો જેણે સાચો જવાબ આપ્યો છે તેમને જાવા બાઇક જેકેટનું (Jawa Bike Jacket) ઈનામ આપવાનું જાહેર કર્યુ છે.

ટ્વિટર યૂઝર્સ માટે રવિવારની ક્વિઝ
તસવીરો શેર કરતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઇન્ડસ્ટ્રી Mahindra & Mahindra Industry ગ્રૂપના વડા આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું છે કે, ‘રવિવારની ક્વિઝ તમારા માટે. વર્તમાન સમયમાં ભારતીય મૂળના લોકો રાજકીય અને આર્થિક ક્ષેત્રે વિશ્વમાં ગૌરવ ફેલાવ્યુ છે. નીચેના 12 લોકોમાંથી કેટલા તમે નામ આપી શકો? સાચા જવાબમાં એક જાવા બાઇક જેકેટ (યુનિસેક્સ) ઉપલબ્ધ હશે. વિજેતાની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે.

તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બિહારના ભાગલપુરના ઇંતસાર આલમ નામનો વ્યક્તિએ તેના ઘરની છત પર સ્કોર્પિયોના આકારની એક પાણીની ટાંકી બનાવવી છે. આનંદ મહિન્દ્રાનાને (Anand Mahindra) ક્રિએશન ખુબજ ગમ્યુ હતુ તેમણે આ વીડિયો શેર કરીને કહ્યુ હતુ કે સ્કોર્પિયો ટુ ધ રૂફ ટોપ. આના માલિકને મારી સલામ. અમે તેની પહેલી કારના સ્નેહને સલામ કરીએ છીએ.

જ્યારે આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ટ્રાન્સમિશન લાઈન ફિક્સ કરતા કર્મચારીનો વીડિયો જોઇને ભાવુક થઈ ગયા તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ પાવર ટ્રાન્સમિશન કંપની લિ. (Maharashtra State Electricity Transmission Company Ltd.)નો એક Video જોઇને આનંદ મહિન્દ્રા ભાવુક બની ગયા અને કહ્યું કે હવે તેઓ વીજળી સેવાઓ અંગે ફરિયાદ કરતા પહેલા અનેક વાર વિચાર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here