અક્ષય કુમારની FAUG ગેમ માટે પ્રી રજીસ્ટ્રેશન શરૂ, જાણો રજીસ્ટર કરવાની રીત

0
66

PUBG Mobile પર ભારતમાં જેવો જ પ્રતિબંધ લાગ્યો અક્ષય કુમારે FAUG (Fearless and United Guards) નામની એક ગેમનું ટીઝર શેર કર્યું. આ ગેમ nCore ગેમિંગે ડેવલપ કરી છે. અત્યાર સુધી આ ગેમ લૉન્ચ નથી થઈ અને આ દરમિયાન PUBG Mobile Indiaના પાછા આવવાના પણ સમાચાર છે.

FAUGનું ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન 

જો કે અત્યારે FAUG માટે ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન શરૂ થઈ ચુક્યું છે. આ પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી FAUG નામની અનેક ફેક એપ્સને હટાવવામાં પણ આવી છે. FAUG ગૂગલ પ્લે સ્ટોર પર પ્રી રજિસ્ટ્રેશન કરાવવા માટે ઉપલબ્ધ છે. આ સાથે જ કેટલીક ગેમ પ્લેની તસવીરો પણ છે જેમાં એ આઈડિયા મળી રહ્યો છે કે આ ગેમની થીમ શું હશે.

ભારતની નૉર્ધન બૉર્ડર પર આ ગેમ પ્લે હશે

આ પહેલા આ ગેમનું એક વિડીયો ટ્રેલર પણ સામે આવ્યું હતુ, જેમાં ભારત-ચીન બૉર્ડર પર ચીની સૈનિકોની સાથે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવામાં આવેલી તસવીરોમાં સૈનિકો એક-બીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. પહાડી વિસ્તાર છે અને આ લડાઈ હાથોથી થતી જોવા મળી રહી છે. સૈનિકોના હાથમાં હથિયારો પણ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગેમના અનેક લેવલ અને ટાસ્ક હશે અને ભારતની નૉર્ધન બૉર્ડર પર આ ગેમ પ્લે હશે.

પ્રી રજિસ્ટ્રેશન કરાવવું ઘણું જ સરળ

આ ગેમના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે FAUG કમાન્ડો ખતરનાક બૉર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ભારતના દુશ્મનોની સાથે બબ્બે હાથ કરશે. પ્રી રજિસ્ટ્રેશન કરાવવું ઘણું જ સરળ છે. કંપનીએ કહ્યું છે કે ગેમ પહેલા રમવા માટે તમારે પ્રી રજિસ્ટર કરવાનું રહેશે. ગૂગલ પ્લે સ્ટોરમાં FAUG સર્ચ કરવાનું રહેશે. અહીં તમને FAUG માટે પ્રી રજિસ્ટ્રેશનનું ઑપ્શન જોવા મળશે. તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારું પ્રી રજિસ્ટ્રેશન થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here