અક્ષયકુમાર અને સોનુ સૂદે ફિલ્મ પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરી દીધું

0
71

અક્ષયકુમાર અને સોનુ સૂદે પૃથ્વીરાજનું શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. આ શૂટિંગ શિડયુલ ૩૦ નવેમ્બર સુધી ચાલશે. હાલમાં આ શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં જ એ શૂટિંગ મુંબઇના મડ આઇલેન્ડમાં પૂરું કરાશે.

આ ફિલ્મના શૂટિંગ માટે તમામ ક્રૂને નજીકની હોટેલમાં રાખવામાં આવ્યા છે અને દરરોજ તેમનો કોરોના ટેસ્ટ થાય છે. જો ટેસ્ટ નેગેટિવ આવે તો જ તેમને સ્ટુડિયોમાં જવા દેવાય છે. યાદ રહે કે માર્ચમાં લોકડાઉન પહેલાં જ મોટાભાગની ફિલ્મનું શૂટિંગ થઇ ગયું હતું. જયપુરમાં રાજા મહારાજાઓના મહેલના એક્સટીરિયરના સ્ટોક ફૂટેજ ઘણા છે. બાકીનું શૂટિંગ પૂરું કરવા માટે વાયઆરએફ સ્ટુડિયોમાં મોટો સેટ તૈયાર કરાયો છે.

આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે, પરંતુ તે હાલમાં કેન્સરની સારવાર માટે વિદેશ ગયો છે, ત્યારે તેનું શૂટિંગ શિડયુલ દિવાળી પછી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here