અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં 4 લૂંટારાઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને કારમાં ફરાર

0
34
  • અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં લૂંટ
  • પોલીસે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી, CCTVની મદદથી તપાસ શરૂ
  • કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એ સહિતની તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી
  • 4 કરોડની લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂંટારા ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંધુકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંધુક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નાકાબંધી કરીને પોલીસ લૂંટારાઓની શોધખોળ હાથ ધરી રહી છે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારાઓ ત્રાટક્યા હતા અને 4 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.

લૂંટારાએ બંધૂક બતાવતાં મહિલા હાથ ઊંચા કરીને જઈ રહી છે

ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને SOGની ટીમો લૂંટારાઓને શોધવામાં લાગી
અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારાઓને શોધવામાં લાગી છે.

લૂંટારૂઓએ કર્મચારી સામે બંધૂક તાકી હતી

કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એની માહિતી લૂંટારાઓ પાસે હતી
ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે એ સહિતની તમામ માહિતી લૂંટારાઓ પાસે હતી, જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here